છોટાઉદેપુર જિલ્લામાં આજે “કોરોના”ના ૬ નવા કેસ નોંધાયા
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં આવેલ પાવીજેતપુર ખાતે આજ રોજ નવા ૫ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે તેમજ રોઝકુવામાં ૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લાના કોરોના પોઝીટીવ કેસનો આંકડો ૧૮૭ ઉપર પહોંચી ગયો છે. કોરોના કેસમાંથી સાજા થયેલા ૧૧૩ દર્દીઓને હોસ્પિટલમાંથી ડીસચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૬૭ દર્દીઓની સારવાર ચાલી રહી છે.આમ કુલ છોટાઉદેપુર જિલ્લાના કોરોના મૃત્યુ આંક ૭ ઉપર પહોંચ્યો છે. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર Post Views: 128
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed